મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે રાહતદરે દવાખાનું શરૂ થયું છે જેનો ગરીબ દર્દીઓને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબીના કંડલા હાઇવે પર રાહતદરે દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોરબી લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગતતા.2ના રોજ મોરબીના શનાળા રોડથી કંડલા હાઇવે પર સ્વામિનારાયણ મંદિર સામે વિશ્વાસ પાર્કમાં રાહતદરે દવાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ દવાખાનામાં ડો.ચેતનભાઈ પટેલ નિયમિત સેવા આપી રહ્યા છે.જ્યારે આ દવાખાનું દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.તેથી આ રાહતદરે શરૂ થયેલા દવાખાનામાં અપાતી તબીબી સેવાનો દર્દી નારાયણને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne