ક્વોન્ટમ લર્નિંગ ટેકનીકથી માત્ર એકવાર વાંચીને રહી જશે યાદ : ધો. ૩ થી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે મોરબી : મોરબીમાં હવે ક્વોન્ટમ લર્નિંગ ટેકનિકના કોચિંગ કલાસ શરૂ થવા જઇ રહ્યા છે. જેની મદદથી વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કર્યા વગર જ માત્ર એક વખત વાંચીને યાદ રાખી શકશે. આ ક્લાસમાં ધો. ૩ થી માંડીને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. હાલની શિક્ષણ પદ્ધતિમાં વિશાળ સિલેબસ સમાવવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરી કરીને થાકી જાય છે. તેમ છતાં તેઓને યાદ રહેતું નથી. ત્યારે સરળતાથી યાદ કેમ રાખવું તેની ખૂબ અસરકારક ક્વોન્ટમ ટેકનિકના વર્ગો મોરબીમાં શરૂ થવા જઈ રહ્યા છે. આ ક્વોન્ટમ ટેક્નિકની મદદથી કોઈ પણ વિષય માત્ર એક જ વારે યાદ રહી જાય છે. ટેકનીકની મદદથી સારા માર્ક્સ, રમત ગમત સહિતની એક્ટિવિટીમાં ફાયદો, બીજા વિદ્યાર્થીઓની સાપેક્ષે વધુ ઝડપી વિચારવાની ક્ષમતા તેમજ ઉત્તમ બુદ્ધિની પ્રતિભા, દર વર્ષે મોટા મોટા ટ્યુશન ક્લાસિસોમા થતો પૈસાનો વ્યય અટકે, વિદ્યાર્થી સ્વ લર્નિંગ તરફ આગળ વધી શકે આ સહિતના અનેક ફાયદાઓ છે. ક્વોન્ટમ ટેકનીક સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતા ભાઈઓ અને બહેનો, ગેજ્યુએટ, એન્જીનીયર, પોસ્ટ ગ્રેજ્યુએટની તૈયારી કરતા ભાઈઓ અને બહેનો, ધો. ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓ શીખી શકે છે. વધુમા જો બીજા દિવસે ફાયદો ન જણાય તો પૂરેપરી ફી પરત દેવામાં આવશે. હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. એક બેચમાં માત્ર ૧૫ જ વિદ્યાર્થીઓ લેવામાં આવનાર છે. આ બેચ જુનના એન્ડમા શરૂ કરવામાં આવશે. તેમ યોગેશભાઈ પંડ્યાની યાદીમા જણાવાયું છે. વધુ વિગત માટે યોગેશભાઈ પંડયા મો.નં. ૯૮૭૯૬૧૨૩૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.