મોરબી : મોરબીના કાનાણી પરિવારના બે સભ્યોનું એક સાથે સન્માન કરવામાં આવ્યું હતું. કાનાણી પરિવારની પુત્રીએ ધો. ૧૨મા બોર્ડ થર્ડ રેન્ક મેળવતા તેનો ગુરુવંદના તેમજ તેમના માતાએ પીએચડીની ડીગ્ર મેળવતા તેમનો સંશોધન દીક્ષા સમારોહ એકસાથે યોજવામાં આવ્યો હતો. ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં ધો. ૧૨ આર્ટ્સમાં આરજુ રાકેશભાઈ કાનાણીએ ૯૯.૯૭ ટકા મેળવીને મોરબી જિલ્લામા દ્વિતીય તેમજ સમગ્ર બોર્ડમાં તૃતીય ક્રમ હાંસલ કર્યો છે. તેથી તેમના પિતા રાકેશભાઈ કાનાણી જે નાલંદા વિદ્યાલયમાં શિક્ષક છે તેઓ દ્વારા ગુરુવંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના માતા રસિલાબેન કાનાણી ઘર સાંભળવાની સાથે અભ્યાસ પણ કરતા હતા. તેઓએ પણ પીએચડીની ડીગ્રી હાંસલ કરતા તેઓનો પણ સંશોધન દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે બન્ને માતા પુત્રીએ પોતાની સફળતા પાછળના રહસ્યો વર્ણવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne