મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં એક પરપ્રાંતીય શખ્સનું બીમારી સબબ મોત થતા મોરબીની સામાજિક સેવા કરતી સંસ્થાએ મૃતકના અંતિમ સંસ્કાર પુરા વિધિ વિધાનથી કર્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ઓરિસ્સાના વતની એવા પરમેશ્વર નાયક નામનો શખ્સ કે જે પીપળી રોડ સ્થિત આવેલ ઇટામીક સીરામીકમાં મજૂરી કામ કરતો હતો તેને કોઈ બીમારી સબબ સિવિલ હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના કોઈ વાલી વારસ કે સગા મોરબીમાં ન હોવાથી રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના હુસેનભાઈ ભટ્ટી, કૌશલ મહેતા સાહિતનાઓએ મૃતકની અંતિમક્રિયા પુરા વિધિ વિધાનથી કરી માનવ ધર્મ નિભાવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne