મોરબી : તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતિ સાથે વિજય થયો છે. ત્યારે કચ્છની બેઠક પરથી ત્રણ લાખથી વધુ મતની લીડ સાથે ચૂંટાયેલા સાંસદ વિનોદ ચાવડાનો આજ રોજ મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા નિવાસ્થાન ઉમા ટાઉનશિપ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં જુદી જુદી જ્ઞાતિ સમાજ અને સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું પાઘડી, તલવાર, અને ફૂલોના હારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં લોકો તરફથી ભાજપને સહકાર મળ્યો છે એવો જ સહકાર આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં મળશે. એટલે સો ટકા ભાજપનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કેસરિયો લહેરાવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સન્માન સમારોહમાં હાજર રહેલા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે પ્રચાર કરવા માટે ખુબ જ ઓછો સમય હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષની અંદર મોદી સરકાર દ્વારા દેશની અંદર જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા તેને ધ્યાનમાં રાખીને લોકોએ મોદી સરકારને પુનઃ સેવા કરવા માટેની તક આપી છે. સાથો સાથ મોરબી અને પછાત વિસ્તારના મતદારોએ પણ જંગી મતદાન કરીને તેઓને વિજયી બનાવ્યા છે. આમ કહી તેમણે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આગામી દિવસોમાં મતદારો માટે પોતે સતત જાગૃત રહેશે એમ કહી ખાતરી ઉચ્ચારી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકરો દ્વારા હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેવી જ રીતે કામગીરી કરવામાં આવશે તો આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સારામાં સારૂ પરિણામ ભાજપની ટીમ દ્વારા મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2019 લોકસભાની ચૂંટણીમાં વિનોદભાઈ ચાવડા 3.5 લાખ મતની લીડ સાથે ચૂંટાયા હતા ત્યારે તેમાં મોરબી અને માળિયા વિસ્તારમાંથી ભાજપને કુલ મળીને ૪૮ હજાર મતોની લીડ મળી હતી. તેમાં સૌથી વધુ લીડ મોરબીમાંથી 42 હજારની હતી. આજના અભિવાદન સમારોહમાં એમણે મોરબીના વિકાસ કામો માટે કરવા માટે ૪૨ લાખ રૂપિયા મોરબીને ફાળવવાની જાહેરાત કરી હતી. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ અધ્યક્ષસ્થાનેથી પ્રવચન કરતા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને બીજી વખત તક આપવા બદલ સરકાર વતી સ્થાનિક કાર્યકરોનો આભાર માન્યો હતો અને સાથે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વિકાસના કામોને બમણી ગતિથી વેગ આપવામાં આવશે. તમામ કાર્યકર્તાઓને શીખ આપતા તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં જેવા જોમ જુસ્સા સાથે કામ કર્યું છે તેવી જ રીતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કામ કરવાનું છે. આ તકે માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, મેઘજી કણજારીયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ બિપીનભાઈ દવે, જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાસદડીયા , જે.પી જેસ્વાણી, હસુભાઈ પંડ્યા, નિલેશભાઇ જેતપરિયા, નરેન્દ્રભાઈ સંઘાત, દશુભા ઝાલા, જયરાજસિંહ જાડેજા, કે.એસ અમૃતિયા, અનિલભાઈ વરમોરા, રિષિપભાઈ કૈલા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne