ડોકયુમેન્ટ, જીપીએસ અને જન્મ તારીખ સુધારાઓની એરરનું પ્રમાણ વધ્યું : અરજદારોને ધરમના ધક્કા ટંકારાના ઓપરેટરોને છેલ્લા 9 મહિનાથી પગાર પણ ન મળ્યો હોવાની રાવ મોરબી : સમગ્ર મોરબી જિલ્લામા આધાર કાર્ડની કામગીરીમાં આવતી એરરથી ઓપરેટરોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એક તરફ અરજદારોનું પ્રેસર બીજી તરફ ટેક્નિકલ સમસ્યાથી હાલ ઓપરેટરો પીડાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ડોકયુમેન્ટ, જીપીએસ અને જન્મ તારીખ સુધારાઓની એરરનું પ્રમાણ વધ્યું હોવાથી અરજદારોને પણ ધરમના ધક્કા થતા હોવાનું જાણવા મળ્યું છે. 'મારી ઓળખ મારુ આધાર' કેન્દ્ર સરકારની યુઆઇડીએઆઇ આધાર કાર્ડ એક એવુ ડોકયુમેન્ટ છે. જેની સરકારી કચેરીઓ થી લઈ પાનકાર્ડ, પાસપોર્ટ કે મોબાઈલ સીમકાર્ડ અથવા કોઈ પણ જગ્યાએ જરૂર પડતી હોય છે અને લોકો તેમા સુધારા વધારા કે નવા આધાર કાર્ડની કામગીરી કરાવવા સરકારી કચેરીઓ કે સરકારે નિયુક્ત કરેલ બેન્કોમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા લોકો રીતસરની લાઇનો લગાવી દિવસભર ઉભા રહેતા હોય છે. છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડની કામગીરીમાં યુઆઇડીએઆઇ દ્રારા નવા નવા સુધારાઓમાં ડોકયુમેનટ એરર , જન્મ તારીખ બદલવામાં બર્થ લીમીટ એરર, જીપીએસની એરર જેવી નવી નવી એરર આવતા આધાર કાર્ડમાં સુધારાઓ વધારાઓ કરવાની કામગીરી માટે અરજદારોને ધરમના ધક્કા થાય છે અને કેટલાય બનાવમાં અરજદારો પોતાનો રોષ આધારકાર્ડ કાઢતા ઓપરેટરો પર ઠાલવતા હોય છે. જેને લઈ આધાર ઓપરેટરો પણ મુજવણમાં મુકાઈ જતા હોય છે. સરકારના નિયમ અનુસાર આધાર અપડેટ કરાવનારે 50 રુપીયા ફી નક્કી કરેલ છે ઘણાય કિસ્સામાં એ નકકી થયેલ ફી અરજદારો ભરવાની ના પાડી દેતા હોય છે એવા કિસ્સાઓમાં આ ફી ઓપરેટરોને ભરવી પડતી હોય છે. આ બાબતે બેન્ક ઓફ ઇન્ડિયાના આધારકાર્ડ સુપરવાઇઝર કાસમ સુમરાએ જણાવ્યુ કે છેલ્લા એક મહિનાથી ડોકયુમેન્ટ, જીપીએસ, અને જન્મ તારીખ સુધારાઓમાં આવતી એરરથી અરજદારોનો ધસારો સતત વધી રહ્યો છે. એક કચેરીએથી કામ ન થતા બીજી કચેરીઓ તરફ અરજદારો દોટ મુકતા હોય છે. યુઆઇડીએઆઇ દ્રારા આપવામાં આવેલ વેબસાઇટ, કસ્ટમ કેર નંબર, એસએમએસ જેવી સુવિધાઓનો અરજદાર ઉપયોગ નહીવત કરતા હોય છે. અરજદારોએ કરાવેલ કામ રીજેકટ થાય છે તો કયાં કારણોસર? જન્મ તારીખમાં સુધારાઓને લઈ હાલ વધુ કામ અટકાયેલ છે જે સુધારાઓ થઈ જાય તે માટે અરજદારોએ કઇ રીતે અને કયાં ડોકયુમેન્ટ ઓપરેટરોને આપવા જરુરી છે તે અરજદારોએ ૧૯૪૭ નંબર પર કોલ કરી પુરી માહિતીઓ મેળવી કામ કરાવવાથી એમના પ્રશ્ર્ન હલ થઈ શકે અથવા ઉપરોક્ત નંબર પર કમ્પલેન્ટ પણ લખાવી શકાય છે અને આધારકાર્ડ ઓપરેટરોનુ કામ અરજદાર કહે તે મુજબ સુધાર કરી પ્રોસેસ કરવાનુ હોય છે. આધાર રીજેકટ કરવુ કે બનાવવુ ઓપરેટરના હાથમાં નથી હોતુ એ અરજદારોએ જાણવુ જરુરી હોય છે અને ઓપરેટરો પર ખોટો રોષ ન ઠાલવવો જોઈએ. ઉપરાંત મળતી વિગતો પ્રમાણે આ સમસ્યા સમગ્ર જિલ્લામાં છે. તેમાં પણ ટંકારાના ઓપરેટરોને 9 મહીનાથી પગાર પણ મળ્યો ન હોવાની ફરિયાદો મળી છે. સાથો સાથ ઉપરથી જ ટેકનીકલ પ્રોબ્લેમને કારણે ઘણી વખત અરજદારને ધક્કાઓ ખાવા પડતા હોય છે. ત્યારે ઓપરેટરો ઉપર વગર વાંકે ફિટકાર વરસતો હોય છે. આમ ઓપરેટરોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ હોવાની બૂમરાળ ઉઠી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne