દિલ્હી ખાતે આયોજિત ટીચર્સ ટ્રેનિંગ એન્ડ હોનર ઈવેન્ટમા શાળાના આચાર્યએ આપી હાજરી વાંકાનેર : દિલ્હી મુકામે આર.બી.પ્રોજેક્ટ દ્વારા આગાખાન સંસ્થા સંકલીત' ડેટોલ બનેગા સ્વચ્છ ઇન્ડિયા' પ્રેરિત 'ચકા-અ-ચક મેલા' કાર્યક્રમ અને ટીચર્સ ટ્રેનિંગ એન્ડ હોનર ઈવેન્ટનું 7 રાજ્યોના પ્રતિનિધિઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકા માં ટી.પી.ઈ.ઓ. ગરચર , બી.આર.સી અબ્દુલભાઈના સંકલન થી આગાખાન સંસ્થા દ્વારા શિક્ષણ અને સ્વચ્છતા- આરોગ્યની કામગીરી શાળાઓમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલ 5 શાળાઓ પૈકી ઘીયાવડ પ્રાથમિક શાળા તા.વાંકાનેર જી. મોરબી વતી આચાયૅ વિરેન્દ્રસિંહ પરમારની પ્રતિનિધિત્વ કરવા પસંદગી કરવામાં આવી હતી. ટીમ લીડર તરીકે હિરેનભાઈ વાળાઅે કામગીરી કરી હતી.સીઆરસી કો.પીયૂષ માનસતા, સરપંચ ધૃવરાજસિંહ,શાળા સ્ટાફ, બાળકોની સ્વચ્છતા-આરોગ્ય-શિક્ષણ-સહ અભ્યાસિક પ્રવ્રતિ અંગેની જાગૃતિનું ખૂબ સફળ જબરજસ્ત પરિણામ મળ્યું છે. ત્યારે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne