વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર પાસે આવેલા મુબીન ઓટો નામના મોટરસાયકલના શોરૂમના ચોકીદારને ચાર હિન્દી ભાષી લૂંટારુઓએ બાંધીને મૂંઢ માર મારી લૂંટ ચલાવી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલા ઇસ્માઇલભાઈ માથકીયાના મુબીન ઓટો નામના મોટરસાયકલના શોરૂમના ચોકીદાર મામદભાઈ સજીભાઈ શેરસિયા ઉં.વ. 70, રહે ચંદ્રપુર વાળાને ગત મંગળવારે મોડી રાત્રે શોરૂમની પાછળથી ત્રાટકેલા ચાર હિન્દીભાષી લૂંટારુઓએ હાથ પગ ખાટલા સાથે બાંધી દબાવી રાખી બાદમાં હથોડી વડે મૂંઢમાર મારી રોકડા રૂપિયા 10600, બાઇકની ચાવી તથા નોકિયા કંપનીના મોબાઈલ સહિત કુલ 11100 રૂપિયાની મતા લૂંટી ભાગી છૂટ્યા હતા. આ બનાવની ફરિયાદ વાંકાનેર પો.સ્ટે.માં નોંધાતા મહિલા પી.એસ.આઈ. પી.સી.મોલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે પરપ્રાંતીય લૂંટારુઓના સગડ દબાવવાની તજવીજ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne