પાલિકા અને મવડા બન્નેમાંથી કયો ડીપી મંજુર કરવો તે અંગેની મૂંઝવણથી ટાઉન પ્લાનિંગની મળેલી બેઠકમાં એક પણ ફાઇલનો નિકાલ ન થઈ શક્યો મોરબી : મોરબી પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામા કયો ડીપી મંજુર કરવો તે અંગે અસમંજસની સ્થિતિ ઉદભવી છે. જેના કારણે 61 ફાઈલો છેલ્લા એક વર્ષથી પેન્ડિંગ હાલતમાં છે. પાલિકા અને મવડા બન્નેમાંથી કયો ડીપી મંજુર કરવો તે અંગેની મૂંઝવણથી ટાઉન પ્લાનિંગની મળેલી બેઠકમાં એક પણ ફાઇલનો નિકાલ ન થઈ શક્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગત મુજબ મોરબી પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની આજ રોજ બેઠક મળી હતી. જેમાં ડેપ્યુટી કલેકટર ખાચર, નગર નિયોજક ભાલોડિયા, ચીફ ઓફિસર રાડીયા, ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન ફેફર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે 4 જૂન 2018ના રોજ ટાઉન પ્લાનિંગ શાખાની બેઠક મળી હતી. ત્યારબાદ આજ રોજ મળેલી આ બેઠકમાં 61 ફાઈલો મુકવામાં આવી હતી. પરંતુ 1972નો નગરપાલિકાનો ડીપી મંજુર કરવો કે વર્ષ 2016મા સરકારમાં પ્રસિદ્ધ થયેલો મવડાનો ડીપી મંજુર કરવો એ અંગે અસમંજસની સ્થિતિ ઉદભવી હતી. આ મૂંઝવણના કારણે 61 ફાઈલો હાલના તબક્કે પેન્ડિંગ રાખી હતી. આ બેઠકમાં નગરનિયોજકે એવું સૂચન આપ્યું હતું કે પહેલા મવડા પાસેથી અભિપ્રાય લેવામાં આવે ત્યારે બાદ ડીપી મંજુર કરવામાં આવે. આ સુચનને માન્ય રાખીને બેઠકમાં 61 ફાઇલને પેન્ડિંગ રાખી દેવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne