મોરબી : મોરબીમાં આજ રોજ 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સવારે 6:30 કલાકે પદયાત્રા યોજાઈ હતી. આજ રોજ યોજાયેલી આ સ્વચ્છતા પદયાત્રામાં શહેર ના સાંસદ મોહનભાઇ કુંડારીયા , ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સેલર કે.પી.ભાગીયા, સિરામિક એસોસિયેશન ના પ્રમુખ નિલેષ જેતપરિયા, મુકેશ ઉધરેજા, કિશોરભાઇ ભાલોડીયા, કિરીટ પટેલ, ઉદ્યોગપતિ જયંતિભાઈ ભૂત જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. જેના ભાગ રૂપે એક રેલી સ્વરૂપે મોરબી નવા બસસ્ટેન્ડ થી લઈ ને ગાંધી ચોક બાપા સીતારામ ચોક થી સરદારની પ્રતિમા સુધી રેલીનું આયોજન કર્યું હતું, “ઘરે ઘરે સ્વચ્છતા”, “ હું પણ સ્વચ્છતા રાખીશ”, “મોરબી શહેર ઉધ્યોગ મા નંબર -1 અને સ્વચ્છતા મા ....?”, “સ્વચ્છ મોરબી મારૂ મોરબી”,”વ્રુક્ષ વાવો એક ફાયદા મેળવો અનેક” ના નારા સાથે લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં વડીલો, મહિલાઓ અને બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ મોરબી સ્વચ્છતા અભિયાનને ઘરે ઘરે, જન જન સુધી, સોસાયટી સોસાયટી સુધી લઇ જવાનું છે એવા જાહેર માં સંકલ્પ લીધા હતા. મોરબી શહેર ને સ્વચ્છ બનાવવા માટે લોકો પાસે થી સૂચનો અને પ્રશ્નો લઈ ને સાંસદ સભ્ય, ધારાસભ્ય, નગરસેવક અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ડ્રાફટ તૈયાર કરીને આપ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne