વૃક્ષપ્રેમી જીવરાજભાઈ લિખિયા સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં જીવરાજભાઈ લિખિયા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે . મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે 'મહેમાનો ઓ વ્હાલા' શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિષે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આજે આ શોમાં વૃક્ષપ્રેમી જીવરાજભાઈ લિખિયા મહેમાન બનવાના છે. નોંધનીય છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી વૃક્ષો વાવે છે અને ઉછેર પણ કરે છે. મોરબીના લગભગ તમામ રસ્તાઓ પર અને ખાસ લીલા કેનાલ રોડ પર જીવરાજભાઈ દ્વારા વાવેલા વૃક્ષો છે. ઉપરાંત રફાળેશ્વર, ધુનડા, રવાપર રોડ જેવા રસ્તાઓ પર તમામ જગ્યાએ તેમના વૃક્ષો નજરે ચડે છે. તેઓ મોરબીની જનતામાં વૃક્ષપ્રેમી જીવરાજભાઈ તરીકે જાણીતા છે. તો આજે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે તેમના જીવન તથા કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.