સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની સિકલ ફેરવી દે તેવુ એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારના કચ્છના નાના રણમાં નર્મદ ડેમ જેટલું સંગ્રહી શકાશે મીઠું પાણી : મામુલી ખર્ચે બંજર જમીન ગ્રીનબેલ્ટમાં ફેરવવાની ઊજળી તક મોરબી : શું હજારો ચોરસ કિલોમીટર સૂકા ભઠ્ઠ રણ પ્રદેશને લીલોછમ હરિયાળો બનાવી શકાય ? શું ખારાપટ જેવા રણ પ્રદેશમાં કે જ્યાં મીઠું પકવાતું હોય ત્યાં મીઠા પાણીનો જથ્થો સંગ્રહી શકાય ? શું ખારાની જમીનમાં ખેતીવાડી શક્ય છે ખરી ? શું સમગ્ર એશિયામાં એક માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા ઘુડખરો માટે ઉનાળામાં આપણે પાણી ઘાસચારાની વ્યવસ્થા કરી શકીએ ?? સામાન્યતઃ આ બધા પ્રશ્નોના જવાબ ના માં જ હોઇ શકે પરંતુ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલનો લોકહિત માટેનો સામાજિક ડ્રિમ પ્રોજેકટ જોઈએ તો સાવ મામુલી ખર્ચમાં કચ્છના નાના રણમાં સરકાર એશિયાનું સૌથી મોટું રણ સરોવર બનાવી શકે તેમ છે !! 2003ના એપ્રિલમાં તેઓ કચ્છના નાના રણમાં ફરવા ગયેલા. સેંકડો કિલોમીટર સુધી પથરાયેલા વેરાન-બંજર પ્રદેશ. વારંવાર નજરે ચડતા ઘુડખર(જંગલી ગધેડા). ફરવાના, વિવિધ સ્થળોનો અભ્યાસ કરવાના શોખીન જયસુખભાઇ પટેલે એ જ વરસે ઓક્ટોબરમાં(ચોમાસા બાદ) ફરી કચ્છના નાના રણમાં જવાનું પ્લાનિંગ કર્યુ, ત્યારે ધ્યાને ચડ્યું કે, અત્યારે આખું નાનું રણ વરસાદી તેમજ આસપાસની નદીઓના પાણીથી છલોછલ છે. મોટા રસ્તે નાના રણમાં ફરવું શક્ય નથી. એપ્રિલ-મે માં કચ્છનું નાનું રણ ફરી સૂકું ભઠ્ઠ દેખાયું અને ખેડૂતના દીકરા જયસુખભાઇ પટેલનું દિમાગ આ જોઈને વિચારે ચડ્યું. કાયમ અવળા છેડેથી વિચારીને પ્રેકટીકલ ઉકેલ શોધવાની ઈશ્વરદત્ત લાક્ષણિકતા ધરાવતા જયસુખભાઇ પટેલ પોતાની રીતે રિસર્ચ-અભ્યાસ કરવા લાગ્યા. તેમણે ચોમાસામાં સરોવર બની જતા કચ્છના નાના રણની ક્ષમતા તપાસવા માટે પોતાની સ્પીડબોટ-મોટરબોટમાં બોટિંગ કરીને જયસુખભાઈએ અભ્યાસનો અડસટ્ટો માર્યો અને પોતાના વિશાલ ટેબલ પર ખુબ બધા ડોકયુમેન્ટ્સ, રિસર્ચ પેપર, ફોટોગ્રાફ, ડીવીડી અને ડેટા પાયરીને એક પછી એક મુદ્દા સમજાવી રહેલા જયસુખભાઇ પટેલ કહે છે. તેમના શબ્દો આપણા કુતૂહલને છંછેડી દે છે: રણ અને પાછું રણ સરોવર! 'રણ સરોવર'નો વિચાર જ ક્રાંતિકારી છે અને તેના થકી ગુજરાતને થનારા લાભ-ફાયદા અને વિકાસના મુદ્દાઓ જ સ્વયંસ્પષ્ટ કરે છે. જે નીચે મુજબ છે. 1. એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગુજરાતમાં બને 2. લાખો હેક્ટર બંજર જમીન(બિનઉપજાઉ)નું નવસર્જન ફળદ્રુપ(ઉપજાઉ) જમીનમાં પરિવર્તન થશે અને એગ્રિકલચર લેન્ડ બને 3. લાખો હેક્ટર બંજર જમીનને બહુ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા 'બારમાસી' પાણી મળે 4. એગ્રો બેઇઝ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ અને હજારો અનસ્કીલ્ડ લોકોને રોજગાર મળે 5. રણ સરોવર થવાથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 'નપાણીયા' વિસ્તારને પાઇપ લાઈન દ્વારા પાણી આપવાનો કાયમી ઉકેલ 6. લાખો હેક્ટર બંજર જમીનની માર્કેટ વેલ્યુમાં પાંચથી દસ ગણો વધારો થશે 7. મત્સ્ય ઉદ્યોગને બહુ મોટો બેનીફિટ થાય 8. એક, કચ્છના નાના રણની ફરતી બાજુએ આવેલા વિસ્તારોના ખારા પાણી અને ખારી જમીનનો સચોટ ફાયદો. બે, પશુપાલન અને ડેરી ઉદ્યોગને મોટો ફાયદો 9. પર્યાવરણ અને પ્રકૃતિને પણ ફાયદો 10. ઇકો ટુરિઝમ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીથી હજારો લોકોને રોજગાર 11. ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ હોવાથી નવી ઇન્ડસ્ટ્રી થકી મોટા પ્રમાણમાં લેન્ડ ડેવલપ થશે અને એ પણ એકાદ રિઝનબલ કિંમતથી 12. સોલાર એનર્જી(ગ્રીન પાવર) 13. વિન્ડ એનર્જી(ગ્રીન પાવર) 14. ગુજરાતના સૌથી પછાત અને નિમ્ન આવકવાળા પંદર લાખથી વધારે લોકોને નવી રોજગારીની તેમજ વ્યવસાયની સુવર્ણ તકો ઉભી થશે અને આખાય વિસ્તારનું થશે સામુહિક ન્યુ ડેવલપમેન્ટ 15. નર્મદા ડેમમાંથી દર વર્ષે અબજો ગેલન મીઠું પાણી 'ઓવરફ્લો' થઈને દરિયામાં વહી જાય છે તે પાણી પાવર જનરેટ કર્યા પછી કુદરતી રીતે (વિધાઉટ લિફ્ટિંગ)તેનો સંગ્રહ કરવા માટેનું એક આદર્શ કુદરતી સ્થાન(ઠામ) બને રણ સરોવર એટલે બીજો નર્મદા ડેમ. 16. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતને ખારા પાણીમાંથી છુટકારો અને મીઠાના પીવાના પાણીનો પ્રશ્નનો મહદંશે ઉકેલ 17. જયારે પણ કોઈ મોટા વિસ્તારને કુદરતી લાભ મળે છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સામાજિક તેમજ આર્થિક ડેવલપમેન્ટને કારણે આખોય વિસ્તાર સામુહિક રીતે 'વાયબ્રન્ટ' બની જાય અને વાયબ્રન્ટ ગુજરાતમાં અનોખો વાયબ્રન્ટ વિસ્તાર બની જાય 18. તાપમાન અને ઉકળાટમાંથી રાહત મળશે ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલ હંમેશા કઈક નવું કરવામાં માને છે પછી એ પોતાનો લાઇટિંગ, ઇલકટ્રોનીક્સ કે ઇલેકટ્રોનિકલ્સ બિઝનેશ હોય કે ઇલેક્ટ્રિક બાઇક, હંમેશા તેઓએ પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવી સમાજને શુ સારું મળે તેવી ભાવના કેળવી છે, અને એમની આવી જ વિશાળ બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાથી અત્યાર સુધી કોઈનું પણ ધ્યાન ન ગયું હોય તેવી બાબત પર દ્રષ્ટિ કરી આવનાર ભવિષ્યમાં સોનેરી ઇતિહાસ સર્જાય તેવી પરિકલ્પના તેમણે ન કેવલ મોરબી માટે બલ્કે સમગ્ર રાષ્ટ્ર અને એશિયામાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને એ પણ સૂકા ભઠ્ઠ રણ વિસ્તારમાં સાકાર કરવાનું સ્વપ્ન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજુ કરતા હાલ પીએમઓ કાર્યાલય તરફથી આ પ્રોજેકટ પર શોધ સંશોધન કરવા મંજૂરીની મહોર લગાવાઈ છે. કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર આમતો સપાટ અને અફાટ છે અહીં કાળી માટી વિપુલ માત્રામાં છે અને ચોમાસા દરમિયાન તો આશરે ૩૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાય જાય છે અને નાના મોટા આશરે ૭૫ જેટલા આઇલેન્ડ આ મરુભૂમિની શોભામાં અનેરો વધારો કરે છે, જયસુખભાઈ ઉમેરે છે કે તેમને આ પ્રોજેકટ વિશે નર્મદા યોજનાના કુશળ અધિકારી અને તેમના મિત્ર એવા ડો.નરમાવાલા અને અનિલ કાણે ને જણાવતા તેઓ પણ અચંબિત બની આ પ્રોજેકટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તે વાતમાં સહમત બનતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતથી અવગત કરાવ્યા હતા પરંતુ એ સમયે કેન્દ્ર - રાજ્યમાં અલગ અલગ સરકારના કારણે આ પ્રોજેકટ શક્ય બનવા સામે પ્રશ્નાર્થ થયો હતો જો કે જયસુખભાઈએ...