મોરબી : મોરબીના નાના દહીસરા ગામે ભૂલકાઓએ જાતે વૃક્ષારોપણ કરીને તમામ નાગરિકોને વૃક્ષો વાવવાની પહેલ કરી પર્યાવરણ દિવસને ઉજવ્યો હતો. આ સાથે ભૂલકાઓએ વૃક્ષની માવજત કરવાનો પણ નિર્ધાર કર્યો હતો. હાલ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. ત્યારે જીવસૃષ્ટી બચાવવા માટે વૃક્ષ એક માત્ર ઉપાય છે. જેથી અનેક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ વૃક્ષારોપણ કરીને વૃક્ષોની સંખ્યા વધારવા માટે કમર કસી રહી છે. વૃક્ષનું મહત્વ જાણતા નાના દહીંસરા ગામના ભૂલકાઓએ આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના ગામમાં જાતે જ વૃક્ષારોપણ કર્યું હતું અને સાથોસાથ બુદ્ધિજીવી સમાજને એવો સંદેશ પણ આપ્યો હતો કે વૃક્ષારોપણ કરવું એ માનવજીવન માટે હવે જરૂરી બની ગયું છે. આ સાથે ભૂલકાઓએ વૃક્ષની સંપૂર્ણ કાળજી રાખવાનો પણ નિર્ધાર કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne