એલસીબીની કાર્યવાહી : અન્ય બે શખ્સોના નામ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ મોરબી : મોરબીના રવાપર રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર શ્રીલંકા-અફધાનીસ્તાનના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કૃણાલ લુહાણા અને હરેશ પટેલને રોકડ રકમ રૂ.૧૨,૭૫૦ સહિત કુલ મુદામાલ ૩૩,૭૫૦ સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પ્રાથમિક તપાસમાં માલદે આહીર તથા જાવેદ ઘાંચીનું નામ ખુલતા તેને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.