મોરબી : મોરબીમાં આગામી તારીખ 7ને શુક્રવારે સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ ખાતે સવારે 10:00 થી 1:00 અને બપોરે 4:00 થી 6:00 વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે 7મીએ શુક્રવારે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીપા જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને પીવડાવી શકાય છે. આયુર્વેદના ગ્રંથો અનુસાર આ ટીપા પીવડાવવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ અને યાદશક્તિ વધે છે. માનસિક અને શારીરિક વિકાસમાં સુધારો થાય છે. આ ટિપ્પણી આડ અસર નથી, આથી મોરબીના 6000 થી વધુ બાળકો લાભ લઇ ચુક્યા છે અને આ વખતે પણ મોરબીના વધુમાં વધુ બાળકો આ કેમ્પનો લાભ લે એવો અનુરોધ આ કેમ્પના આયોજક રાજ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne