મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં સામૂહિક ઈદની નમાઝ અદા કરીને દેશમાં અમન-શાંતિ કાયમ રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકમેકને ભેટીને ઈદની મુબારકબાદી આપીને ભાઈચારાનો સંદેશ આપ્યો મોરબી : મોરબીમાં પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખીને ખુદાની નેક દિલથી બદગી કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ આજે રમજાન ઈદની શાનોશોકતથી ઉજવણી કરી હતી. રમજાન ઈદ નિમિતે મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણની સાથે દેશમાં કાયમ અમન શાંતિ અને ભાઈચારો રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી.જ્યારે હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોએ એકમેકને હૃદય પૂર્વક ગળે ભેટીની ઈદની મુબારકબાદી આપી ભાઈચારો અખડ હોવાનો મેસેજ આપ્યો હતો. મોરબીમાં પવિત્ર રમજાન માસના રોઝા પુરા થતાની સાથે આજે રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જોકે મુસ્લિમ સમાજમાં પવિત્ર મનાતા રમજાન માસમાં અબાલ વૃધ્ધ સહિત સો કોઈએ રોઝા રાખીને આખો માસ અલલ્લાની બંદગી કરી હતી.પવિત્ર રમજાન માસમાં રોઝા રાખતા મુસ્લિમ બિરાદરો માટે ઇફતારી પાર્ટીના આયોજનો થયા હતા અને ગઈકાલે ઈદ પૂર્વે ચાંદના દર્શન થતા જશ્નનો માહોલ સર્જાયો હતો.ઈદની ઉજવણી કરવા માટે અગાઉ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જામી હતી.જ્યારે આજે સવારે રમજાન ઈદ નિમિતે શહેરની જામા અને સિદીકી મસ્જિદ ખાતેથી ઈદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ સહિત મોટી સંખ્યા લોકો જોડાયા હતા.બાદમાં આ ઝુલુસ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે પહોંચ્યું હતું.જ્યાં મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકીસાથે ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી.બાદમાં મુસ્લિમ બિરાદરોએ એકમેકને ભેટીને ઈદની.મુબારક બાદી પાઠવી હતી.આ ઉપરાંત હિન્દૂ અને મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાના ગળે ભેટી મો મીઠા કરાવીને ઈદની મુબારક બાદી આપી હતી.એકંદરે મોરબીમાં આજે રમજાન ઈદને લઈને ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne