મોરબી : મોરબી નજીક આવેલા કારખાનામાં લિફ્ટનું દોરડું તૂટી જતા લિફ્ટ માથે પડવાથી સગીરાનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે રહેતા દર્શનાબેન બકુલભાઈ રાવળદેવ ઉ.વ.17 નામની સગીરા ગત તા.3ના રોજ મોરબીના શનાળા ગામે આવેલ કારખાનામાં લિફ્ટ દ્વારા કામ કરી રહી હતી.તે સમયે અચાનક દોરડું તૂટી જતા લિફ્ટ માથે પડવાથી સગીરાને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne