તમામ મિત્રોએ કોલેજ કાળના સંસ્મરણોને વાગોળ્યા મોરબી : મોરબીની એક કોલેજમાં 20 વર્ષ પૂર્વે સાથે અભ્યાસ કરતા મિત્રોએ સ્નેહમિલન યોજયું હતું. આ સ્નેહમિલનમાં તેઓએ કોલેજકાળના જુના સંસ્મરણોને વાગોળીને સ્વરૂચી ભોજનનો પણ લ્હાવો લીધો હતો. મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં વર્ષ 1999મા અભ્યાસ કરતા સૌ મિત્રોએ મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ એક હોટેલમાં સ્નેહ મિલન યોજયું હતું. આ સ્નેહ મિલનના કાર્યક્રમોમાં તમામ મિત્રોએ એકબીજા સાથેમાં સંસ્મરણો વાગોળીને આનંદમય રીતે સમય પસાર કર્યો હતો. બાદમાં એક સાથે ભોજન પણ લીધું હતું. આ મિત્રોએ દર વર્ષે 1 જુનના રોજ આ જ રીતે સ્નેહ મિલન યોજીને તેમાં અવશ્યપણે હાજરી આપવાના સંકલ્પ પણ લીધા હતા. ઉલ્લેખનિય છે કે આ મિત્રોના ગ્રુપમાંથી એક ગુજરાતી સિનેમામાં એકટર તરીકે તો ઘણા ઉદ્યોગપતિ, શિક્ષક, વેપારી સહિતના ક્ષેત્રે કાર્યરત છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne