મોરબી : કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સતત બીજી વખતના સંસદ સદસ્ય વિનોદ ચાવડાને કુલ 3 લાખથી વધારે લીડ તથા મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાંથી 48000થી વધારે મતની જંગી સરસાઈ મળી છે. ત્યારે વિનોદ ચાવડા મોરબી માળીયા વિસ્તારના પ્રજાજનો, મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા બુધવારે મોરબી ખાતે આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો તેમજ મોરબીના વિવિધ જ્ઞાતિ સમુદાય અને વિવિધ વ્યવસાયિક એસોસીએશન દ્વારા તેઓના વિશિષ્ઠ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 05/06/2019ને બુધવારે સાંજે 5.00 કલાકે ઉમા ટાઉનશીપ ખાતે આયોજિત આ આભારદર્શન કાર્યક્રમમાં જે શક્તિ કેન્દ્રમાંથી 3000થી વધારે મતોની સરસાઈ તથા જે બુથમાંથી થયેલા કુલ મતદાનમાંથી 80 %થી વધારે મત ભાજપને મળેલ હશે તે બુથ પ્રમુખ/ઇન્ચાર્જનું બહુમાન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના તમામ 291 બુથમાંથી કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા તમામ ચાર મંડલોના પ્રમુખ-મહામંત્રીઓએ એક અખબારી યાદીમાં તમામ કાર્યકરોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne