મોરબી : મોરબીમાં ગઈકાલ તારીખ 2જૂનના રોજ મોરબીના એક રહેણાંક મકાનની ઓરડીમાંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં એક આરોપીનું નામ સામે આવ્યું છે. પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સૂચનાથી અને પોલીસ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. પરમાર, કિશોરદાન ગઢવી અને કોન્સ્ટેબલ ભાનુભાઇ બાલાસરા અને એ.પી. જાડેજા દ્વારા મોરબીના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર-200(કિંમત રૂ. 4000) પકડી પાડ્યો હતો. કોન્સ્ટેબલ એ.પી. જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે આ ઓરડી પિયુષ ઉર્ફે ખારો બાલુભાઈ ઉર્ફે બાબુભાઇ કુંવરીયા(રહે. શોભેશ્વર રોડ, પાણીના ટાંકા પાછળ, મફતિયાપરા, મોરબી)ની માલિકીની હોવાનું સામે આવ્યું છે, જે હજુ પકડવા પર બાકી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne