વાઇબ્રન્ટ સીરામીક એક્સપો 2017ની ભવ્ય સફળતા બાદ નવેમ્બર 2019માં ફરીથી સીરામીક એક્સપોનું ભવ્ય આયોહાન : દેશ- વિદેશના ૨૦૦૦ થી વધુ બાયર્સનો મેળાવડો જામશે : સીરામીક એક્સપોના આયોજક સંદીપ પટેલે 'મોરબી અપડેટ'ની શુભેચ્છા મુલાકાતમાં આપી સંપુર્ણ વિગતો મોરબી સિરામિક ઉદ્યોગો માટે અમેરિકાની માર્કેટમાં વિપુલ તક : ચીન ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાગ્યા બાદ અમેરિકાનું સમગ્ર માર્કેટ બ્રાઝીલ અને ભારતના હવાલે, જો આપણે મોડું કરીશું તો બ્રાઝીલ માર્કેટ કવર કરી લેશે : સંદીપ પટેલ મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગો માટે હાલ અમેરિકાની માર્કેટમાં વિપુલ તકો ઉભી થઇ છે. ત્યારે અમેરિકાના ઇમ્પોર્ટરોને ખાસ ટારગેટ કરીને આગામી નવેમ્બર માસમાં તા. 21 થી 24 સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્સ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે. જે અંગે વિસ્તૃત વિગતો આપવા માટે આ એક્સપોના આયોજક સંદીપ પટેલે ' મોરબી અપડેટ'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે 'મોરબી અપડેટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગો માટે હાલના સમયમાં પુષ્કળ તક છે. દુનિયામા ખૂબ ઓછા દેશ છે જે સીરામીક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. સીરામીક ઉદ્યોગમાં કોસ્ટ ફેક્ટર ખૂબ અસરકારક હોય છે. તેમજ રો મટિરિયલ્સની ઉપલબ્ધી પણ સરળ હોતી નથી. મોરબીમાં સીરામીકનું ક્લસ્ટર કુદરતી રીતે ઉભું થયું છે. હાલ ચીનની સાથોસાથ તુર્કી અને બ્રાઝીલ પણ સીરામીક પ્રોડક્ટનુ મેન્યુફેક્ચરિંગ કરે છે. સીરામીક પ્રોડક્શનમા ચીન પ્રથમ નંબરે અને આપણે બીજા નંબર પર છીએ. હાલ આપણું જે બીજા નંબરનું સ્થાન જાળવી રાખવા માટે વધુમાં વધુ એક્સપોર્ટ કરવુ પડશે. સીરામિક ઉદ્યોગો માટે એક્સપોર્ટની વિપુલ તકો રહેલી છે. જો એક્સપોર્ટમાં સફળ નિવડીએ તો મોરબીની તમામ સીરામીક ફેક્ટરીઓમાં ૨૪ કલાક પ્રોડક્શન ચાલુ રહે તો પણ ડિમાન્ડને પહોંચી ન શકી તેવી સ્થિતિ પણ ઉદભવી શકે છે. સંદીપ પટેલે વધુમાં કહ્યું કે ડિમાન્ડ સપ્લાય કરતા વધુ હોય તો પ્રોડક્ટના ભાવ વધે છે. જ્યારે સપ્લાય ડિમાન્ડ કરતા વધુ હોય ત્યારે ભાવ ઘટે છે. તે માર્કેટનો પાયાનો નિયમ છે. મોરબી સીરામીકનું મેન્યુફેક્ચરિંગ છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૧૨ ટકા વધી રહ્યું છે. જ્યારે આપણા દેશની જરૂરિયાત માત્ર ૩ ટકા જ વધી રહી છે. આ બન્ને વચ્ચેનો જે ૯ ટકા તફાવત આવે છે તેને એક્સપોર્ટમા ડાયવર્ટ કરવાની ખાસ જરૂર છે. વધુમાં એક્સપોર્ટમાં ૯ ટકાથી આગળ વધીને જો ૩૦ ટકાએ પહોંચ્યા તો ચીનને પાછળ મુકી દેશું. તેઓએ ઉમેર્યું કે હું તો દરેક મેન્યુફેક્ચર યુનિટને કહું છું કે પોતાના પ્રોડક્ટની ૭૦ ટકા સપ્લાય દેશમાં અને ૩૦ ટકા સપ્લાય એક્સપોર્ટ કરવી જોઈએ. મેન્યુફેકચર યુનિતને એક્સપોર્ટ કરવાનું વિપુલ તક મળે તે માટે જ હું સીરામિક એક્સપો યોજીને એક પ્લેટફોર્મ પૂરું પાડું છું. જેના પર મેન્યુફેક્ચર અને બાયર બન્ને એકત્રિત થઈ શકે. નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે સીરામીક એક્સપો યોજવાનો છે તેના સંદર્ભે ગઈકાલે જ એક્ઝિબીટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ખૂબ સરસ વાત ઉપસ્થિત તમામ સમક્ષ મૂકી હતી. તેઓએ કહ્યું હતું કે આપણે રાજકોટ તરફ કારમાં જતા હોય ત્યારે જો કોઈ એક નાસ્તાની લારી ઉભી હોય તો આપણે ધ્યાન આપતા નથી. પરંતુ એક સાથે ૧૦ -૧૨ લારી ઉભી હોય તો આપણું ધ્યાન તુરંત જ ખેંચાશે. આપણે પેલી લારીને જોશું, ત્રીજી લારી જોઈને કુતુહલ સર્જાશે. બાદમાં પાંચમી કે સાતમી લારી પાસે આપણે કાર ઉભી રાખીને કોઈક વસ્તુ ખરીદી જ લેશું. આ સમૂહની તાકાત છે. વધુમા સંદીપ પટેલે જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ સામે ક્લસ્ટર રિપ્રેસન્ટ કરવુ હોય ત્યારે સમૂહમાં રહેવું જરૂરી છે. આપણી ૧૦૦ થી ૧૫૦ કંપનીઓ એક પ્લેટફોર્મ ઉપર એકસાથે ઉભી હશે તો સમગ્ર વિશ્વની નજર આપમેળે ખેંચાવાની જ છે. જો સમૂહ એકઠો થાય તો આપણે વિદેશી ઈમ્પોર્ટરને કહી શકી કે તમે અમારે ત્યાં આવો , તમારો ધક્કો વસુલ થશે. https://youtu.be/5SLTkRPCY_s વર્ષ ૨૦૧૬મા સીરામીક એક્સપો શરૂ કર્યો તે એક્સપોર્ટને પ્રમોટ કરવાના હેતુ થી જ કર્યો હતો. વર્ષ ૨૦૧૬ બાદ એક્સપોર્ટમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો પણ નોંધાયો છે. ૨૦૧૬ના એક્સપોમાં નજીકના દેશો જેવા કે શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશને ટારગેટ કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૭ના એક્સપોમા આગળ વધીને યુરોપ અને આફ્રિકન દેશોને ટારગેટ કર્યા હતા. જ્યારે આ વર્ષે ૨૦૧૯ના એક્સપોમાં નોર્થ અને સાઉથ અમેરિકાના દેશોને ટારગેટ કરવામાં આવ્યા છે. જુના દેશો સાથે હાલ ડિલિંગ ચાલુ જ છે. આમ દર વર્ષે નવા નવા દેશો શોધી તેની સાથે વ્યાપાર કરવાનો છે. સંદીપ પટેલે જણાવ્યું કે અમેરિકામાં ટાઇલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે એક માત્ર સીરામીક ટાઇલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન (CTDA) છે. જેના ૬૦૦ થી વધુ મેમ્બર્સ છે. તેની સાથે અમે ટાઈઅપ કર્યું છે. ૧૫૦ થી વધુ બાયર્સ સાથે સીરામીક એક્સપોમાં આવવાની આ એસોસિએશને ખાતરી આપી છે. આપણે જેટલુ સીરામીક પ્રોડક્શન કરીએ છીએ. તેનાથી ૨૫ ટકા વધુ અમેરિકા ઈમ્પોર્ટ કરે છે. આ ડિમાન્ડ એટલી મોટી છે કે મોરબીની તમામ સીરામીક ફેકટરીઓ ૨૪ કલાક પ્રોડક્શન ચાલુ રાખે તો પણ તેને પહોંચી વળાઈ તેમ નથી. https://youtu.be/pIoq6_Jo2DQ હાલ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે. ચીનની પ્રોડક્ટ ઉપર એન્ટિડમપિંગ ડ્યુટી લાગી રહી છે. ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગો માટે અમેરિકામા પ્રવેશવાની આ શ્રેષ્ઠ તક છે. અમેરિકા ૨૭ ટકા જેટલું ઈમ્પોર્ટ ચીનથી કરે છે. ૨૫ ટકા જેટલું ઈમ્પોર્ટ યુરોપથી કરે છે. ૩૦ ટકા ઈમ્પોર્ટ બ્રાઝિલથી કરે છે. જો હવે ચીનનું માર્કેટ કબ્જે કરવું હોય તો આપણી સાથે બ્રાઝીલ કોમ્પિટિશનમા છે. જેથી જો...