મહિલાની ઓળખ મેળવવા તેમજ બનાવની હકીકત જાણવા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના સર્કિટ હાઉસ પાછળના વિસ્તારમાથી આજે સાંજના સમયે એક અજાણી મહિલાની નગ્ન હાલતમાં સળગેલી લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલ બી ડિવિઝન પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનની પાછળના ભાગે સવાભાઈ વશરામભાઈ નામના વ્યક્તિના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મકાન પાસેથી આજે સાંજના 7 વાગ્યાના અરસામાં એક અજાણી મહિલાની નગ્ન હાલતમાં સળગેલી લાશ મળી છે. આ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ આ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે મહિલાની ઓળખ મેળવવા તેમજ આ બનાવની હકીકત મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બી ડિવિઝનના પીએસઆઈ બી.યુ. સોઢા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.