હોમ-હવન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મોરબી : મોરબીમાં ત્રણ શનિદેવના મંદિરો આવેલા છે, જેમાં રવાપર રોડ પુરુષોત્તમ ચોકમાં શનિદેવનું મંદિર, કે જ્યાં ગયા વર્ષે જ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, નવલખી રોડ પર અક્ષરધામ પાર્કમાં શનિદેવનું મંદિર અને હાઉસિંગ બોર્ડમાં પણ શનિદેવનું મંદિર આવેલું છે. આ ત્રણેય મંદિરોમાં આજે શનિજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શનિજયંતિ નિમિત્તે આજે આ મંદિરોમાં હોમ-હવન, છપ્પન ભોગ તથા મહાપ્રસાદ જેવા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ શનિ મહારાજને તેલ અને આકડાની માલા ચડાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. હવનનો પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne