વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે સર્ફલ ઓફિસર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.આ બનાવમાં ત્રણેય આરોપીઓ સામે હુમલો કર્યાની તથા ફરજમાં રુકાવટ કર્યાના ગુનો નોંધાયા બાદ વાંકાનેર પોલીસે એ ત્રણેય આરોપીને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. વાંકાનેર તાલુકાના વિરપર ગામે ગત તા.૧૫ /૦૫/૧૯ ના રોજ મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર કુમારસિંહ દ્વારા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહેલા જયદીપસિંહ ઉર્ફે મુન્નાસિંહ જીવુભા ઝાલા, બળભદ્રસિંહ ઝાલા, તથા ઘેલુભા ઝાલા રહે બધા મોરબી વાળાને ખનીજ ચોરી કરતાં અટકાવતાં ત્રણેય શખ્સોએ એક સંપ કરી લાકડી વડે સર્કલ ઓફિસરને માર મારી જીવલેણ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપોઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે તાલુકા પોલિસ દ્વારા ત્રણેય આરોપીઓને પાડધરા ચોકડી પાસેથી ગુન્હામાં વપરાયેલ વાહનો સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.