વાંકાનેર ખાતે આવેલ આઈ.ટી.આઈ. માં પ્રવીણભાઈ એમ. પટેલ (એપ્રેન્ટીસ એડવાઈઝર) ની આગેવાનીમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંગે અવેરનેસ શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ૮૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહી આ યોજના અંગે માહિતી મેળવેલ. પી.એમ. પટેલના પ્રયાસોથી વાંકાનેર વિસ્તારના ઈન્ડસ્ટ્રીઝમાં એપ્રેન્ટીસ માટે 204 બેઠકોની રિક્રુટમેન્ટ ઉભી કરવામાં આવેલ છે જેમાં 103 બેઠકો પર ગત વર્ષે એપ્રેન્ટીસ માં ભરતી કરવામાં આવેલ. આ એપ્રેન્ટીસ માટે ફીટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ, કોપા અને એમ.એમ.વી. ના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. એપ્રેન્ટીસ માટે ઇચ્છુક ઉમેદવારોએ વધુ માહિતી માટે વાંકાનેર ખાતે આઈ.ટી.આઈ. માં પી.એમ. પટેલનો સંપર્ક કરવો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne