મોરબી : મોરબીમાં ત્રણ શનિદેવના મંદિરો આવેલા છે, જેમાં છેલ્લા સાત આઠ વર્ષથી રવાપર રોડ પુરુષોત્તમ ચોકમાં શનિદેવનું મંદિર, નવલખી રોડ પર અક્ષરધામ પાર્કમાં 12 વર્ષથી બીજું શનિદેવનું મંદિર અને હાઉસિંગ બોર્ડમાં 3 વર્ષ જૂનું ત્રીજું શનિ મંદિર આવેલું છે. આ ત્રણેય શનિદેવ મંદિરો પ્રત્યે ભક્તો ભારે આસ્થા ધરાવે છે. સોમવારે શનિ જ્યંતી છે, ત્યારે આ ત્રણેય શનિદેવના મંદિરોમાં શનિ જયતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે અને શનિજયંતિ નિમિતે ત્રણેય શનિ મંદિરોમાં હવન, પૂજા અર્ચના સહિતના ધાર્મિક વિધિ વિધાનના કાર્યો અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. શનિજયંતિએ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ શનિ મહારાજના દર્શન તથા વિશેષ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne