મોરબી : મોરબીના શ્રીજી એપાર્ટમેન્ટમા જુગાર રમતા 4 શખ્સોને એલસીબીએ પકડી પાડી તેઓ પાસેથી રૂ. 59 હજારની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ કંડલા બાયપાસ રોડ ઉપર શ્રીજી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 103મા જુગાર રમતા કલ્પેશ ગણેશભાઈ મારવાણીયા, પરેશ પ્રભેભાઈ દેત્રોજા, સતીશ પ્રભુભાઈ મારવાણીયા અને યોગેન્દ્ર લવજીભાઈ લિખિયાને રોકડ રૂ. 59,100 મળીને કુલ રૂ. 64,100ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.