મોરબી : મોરબીના નજરબાગમાં બે યુવક વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નજરબાગ પાસે ભાણજીભાઈ હીરાભાઈ ચૌહાણ અને કાનજીભાઈ શામજીભાઈ મૂછડીયા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બાદમાં બન્નેએ બી ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.