ઉમેદવારોને 5મી જૂન સુધીમાં અરજી મોકલી આપવા સૂચના મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામોમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં 24 સંચાલકો, 37 રસોઈયાઓ તથા 44 મદદનીશોની ખાલી પડેલી જગ્યા માટે આગામી દિવસોમાં નિમણુંક કરવામાં આવશે. જેમાં એવા દરેક ઉમેદવારો, કે જેમની ઉમર 20 થી 60 વર્ષની વચ્ચે હોય, તે અરજી કરી શકશે. મોરબીના વાંકાનેરમાં સંચાલકો, રસોઈયાઓ તથા મદદનીશોની ખાલી પડેલી જગ્યા માટે આગામી દિવસોમાં નિમણુંક કરવામાં આવશે. જેમાં ઉમેદવારોનું એસ.એસ.સી. પાસ હોવું જરૂરી છે, પણ પ્રથમ પ્રયત્ન છતાં એસ.એસ.સી. પાસ ન હોય, તો ધોરણ 7 પાસની છૂટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશો માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. અરજી માટેનું ભરેલું ફોર્મ તારીખ 5મી જૂન સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે મોકલી આપવાનું જણાવાયું છે. ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં હોદ્દો ધરાવતા હોય કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન ધરાવતા હોય, કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, હોમગાર્ડ ગૃહરક્ષક દળના સભ્યો, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત કે બરતરફ થઇ હોય તેવી વ્યક્તિ, પંચાયત કે આંગણવાડીમાં નોકરી કરતા કર્મચારી, સરકારી કર્મચારીઓના પતિ, પત્ની, પુત્ર, પુત્રી કે તેમના બીજા કોઈ પણ આશ્રિતો, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાના વેપારી, વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા, અગાઉ મધ્યાહ્ન ન્હોજન યોજના કેન્દ્રોમાં ફરજ બજાવતા હોય અને ગેરરીતિના લીધે છુટા કરેલા હોય તેવા વ્યક્તિઓ અરજી કરી શકશે નહીં. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે આધારકાર્ડ, બેન્ક પાસબુકની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, કોઈ પોલીસ ફરિયાદ નથી તે અંગેનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં પોતાનો ફોટો ચોડવાનો રહેશે અને અરજી ફોર્મમાં પોતાનો ફોન નંબર ફરજીયાત લખવાનો રહેશે. ઇન્ટરવ્યૂ માટેનો કોલ મેળવનાર ઉમેદવારોએ નિયત સમયે ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજરી આપવાની રહેશે. નિમણુંક કરવા પાત્ર સ્ટાફના ગામોની યાદી તથા વધુ જાણકારી માટે મામલતદાર કચેરી, વાંકાનેરનો રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.