વાંકાનેર : વાંકાનેર પાસે જડેશ્વર રોડ પર ગત રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે કાળા રંગની એક આઈ 20 કાર કોઈ કારણોસર રસ્તા પરથી ખેતરમાં ઉતરી ગઈ હતી. ખેતરમાં રહેલા વીજ થાંભલા સાથે ભટકાઈને કાર ઉભી રહી ગઈ હતી. કારની ટકકરને કારણે ખેતરમાં રહેલો વીજ પોલ ધરાશાઈ થઈ ગયો હતો અને કારમાં પણ ખાસુ એવું નુકશાન થયું હતું. જોકે સદભાગ્યે કારમાં સવાર કોઈને ગંભીર ઇજા પહોંચી નથી. પોલીસમાં આ બનાવની હજુ સુધી નોંધ થઈ નથી.