મોરબી : મોરબીમાં એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતા યુવાનનું પ્રાણપ્રખેરું ઉડી ગયું હતું.આ બનાવની એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના શક્તિ પ્લોટમાં શેરી નંબર 8માં આવેલ નવકાર એપાર્ટમેન્ટના 601 બ્લોકમાં રહેતા હિમાંશુ સુરેશભાઈ કડીયા ઉ.વ.28 નામનો યુવાન આજે સવારે આ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કોઈ કારણોસર નીચે પટકાયો હતો.જેમાં તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne