બહારગામથી આવતા મહેમાનો માટે શહેરી તથા ઇફ્તારીની વ્યવસ્થા આયોજક તરફથી કરવામાં આવશે મોરબી : મોરબી સિદ્દીકી મસ્જિદમાં આ વર્ષ પણ જશને સબીનાનો નૂરાની જલ્સો તા.૧.૬.૨૦૧૯ ને શનિવાર તથા તા.૨.૬.૨૦૧૯.ને રવિવાર અને મુસ્લીમ ચાંદ ૨૬ અને ૨૭ રાત્રે ઈશાની નમાજ બાદ યોજવામાં આવશે. જેમાં હુફફાજે કીરામ હાફીસ વકારી જનાબ અબ્દુલ મજીદ રજવી (યુ.પી) હાફિઝ મોહમ્મદ અક્રમ રજા રજવી (યુ.પી) તથા હાજીફ અસરફ અલી.(યુ.પી) પોતાની નૂરાની જબાનથી કલામે પાકની તિલાવત કરી તમામ નમાજી ઓને ઈમાનની દોલતથી તર-બ-તર કરી દેસે સાથે સાથે સિપાઈ મોહલ્લામાં ઇદ જેવો માહોલ સજાવી દેશે. સાથે તમામ નમાજી ભાઈઓ પણ દિલોજાનથી આ જલસામાં સામીલ થઈ અલ્લાહ તાલા ની બાર ગાહ માં તેમના ઈમાનનું સબૂત પેશ કરશે. આ નૂરાની જલસાને કામયાબ બનાવવા શહેજાદા એ મદની સરકાર હઝરત પીરે તરીકત અલ્હાજ સૈયદ અબ્દુલ રસીદ મિયા બાપુ કાદરી-યુલ- જિલ્લાની શહેર ખતીબ તથા મદની સરકાર ગ્રુપ મોરબી અને સિપાઈ મોટી જમાતના પ્રમુખ જનાબ રહીમભાઈ ખોખર તથા સિપાઈ મોહલ્લા યુવા કમિટી ના તમામ સભ્યો રાત દિવસ તન-મન-ધનથી ભાગ લઈ આ નુરાની જલસા ને ચાર ચાંદ લગાવી દેવા થનગથી રહ્યા છે.