થોડા સમય પહેલાની હડતાલ વખતે અને કર્મચારીઓની પગાર ચૂકવીને ગેરેજ વિભાગના કર્મચારીઓને વંચિત રાખતા કર્મચારીઓ વિફર્યા : ગેરેજ શાખની હળતાલથી ફાયરની કામગીરી ઠપ્પ મોરબી : મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગના 47 જેટલા કર્મચારીઓ આજે ફરીથી હડતાલ ઉપર ઉતરી ગયા છે.અગાઉની હડતાલ દરમ્યાન પાલિકાના અન્ય કર્મચારીઓને પગાર ચૂકવી દીધા બાદ ગ્રેરેજ શાખાના 47 કર્મચારીઓને બે માસનો પગાર ન ચૂકતા આ કર્મચારીઓ વિફર્યા છે.આ કર્મચારીઓની હળતાલથી ફાયરની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. મોરબી પાલિકાના ગ્રેરેજ અને ફાયર શાખામાં ફરજ બજાવતા 47 જેટલા કર્મચારીઓએ આજે ફરી પગાર મુદે પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે અને વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા છે. આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ ગેરેજ સહિતની શાખાઓના કર્મચારીઓએ પગાર મુદે હડતાલ કરી હતી.તે સમયે પાલિકા તંત્રએ નમતું જોખવીને પગાર ચૂકવી દીધો હતો .જોકે મતરે એક માસનો જ પગાર ચૂકવતા હવે બે માસનો પગાર ચડત થઈ જવા છતાં પાલિકા તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે.આ ગેરેજ શાખાની આ હળતાલથી ફાયર વિભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. સુરતની ઘટના બાદ ફાયર સેફટીની કામગીરી કડક રીતે ચાલતી હોય ત્યારે આ અગત્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા પરિસ્થિતિ ગંભીર બને તેવા સંકેત મળી રહ્યા છે.