ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે નસીતપર જુથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ હતી.જેમાં પ્રમુખપદે રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયા તથા ઉપપ્રમુખપદે લાલજીભાઈ મોહનભાઈ કોરીંગાની તથા કમીટી મેમ્બરની બીનહરીફ વરણી કરવામાં આવી હતી. નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે અગાઉ પણ રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયાની બીનહરીફ વરણી થઈ હતી અને હાલ તેઓ મારૂતિ ગૌ સેવા ટ્રસ્ટ નસીતપરના પ્રમુખ પદે રહીને તેનુ પણ સંચાલન કરે છે. તથા ગૌ સેવા તેમજ સમાજ સેવાના કાર્ય માટે પણ હંમેશા તત્પર હોય છે અને હંમેશા દરેક વ્યક્તિને મદદરૂપ થવુ તેવો જીવન મંત્ર ધરાવતા રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયા ઉપર આજે તેમના સગા સંબંધીઓ,કમિટી મેમ્બર અને મિત્રવર્ગ તરફથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne