મોરબી : મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલ તારીખ 31મેને શુક્રવારે સવારે 10:00 વાગ્યાથી ગાંધીચોક, નગરપાલિકાના ગેઇટ પાસેથી ફ્રી છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી મોરબીવાસીઓને રાહત મળે એવા હેતુથી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મોરબીની જહેં જનતા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી છાશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન દેવદાનભાઈ જેસંગભાઈ ડાંગર, નિવૃત આચાર્ય, નાગલપર પ્રાથમિક શાળા અને મચ્છુ કાંઠા આહીર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જેના મુખ્ય દાતા દેવદાનભાઈ જેસંગભાઈ ડાંગર(દર્શન હોટેલવાળા) છે. આ છાશ વિતરણ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી ભાવેશભાઈ દોશી તથા પ્રમુખ હર્ષદભાઈ ગામીએ અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne