મોરબી : મોરબી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર. જે. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. રણજીતસિંહ રોહડિયાને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ. ડિવિઝનમાં છ મહિના પહેલા ચોરી કરીને નાસતો ફરતો આરોપી વી.સી ફાટક પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે વી.સી ફાટક પાસે વોચ ગોઠવીને ઉપરોક્ત હકીકત વાળો ઈસમ પસાર થતા તેને રોકી નામઠામ પૂછતાં તે દિપક ઉર્ફે દીપલો મહાદેવભાઇ સરવૈયા ઉ.વ. ૪૫ રહે. મચ્છુનગર, જાંબુડીયા તાલુકો, મોરબી વાળો હોવાનું જણાતા ઉપરોક્ત આરોપીને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીને પકડવામાં પો.ઇન્સ. આર.જે. ચૌધરી તથા એ.એસ.આઇ મણિલાલ ગામેતી, પો.હેડ.કોન્સ. રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા, પો.કોન્સ. રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, અને નિર્મળસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયો હતો.