બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : આરોપી હાજર ન મળી આવતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આજે મદીના સોસાયટીના એક રહેણાંક મકાન ઉપર દરોડો પાડીને રૂ. ૩૪, ૫૦૦ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આ કામનો આરોપી મળી ન આવતા તેને પકડી પકડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝને સાજીદ અબ્દુલભાઇ સુમરા સંધી રહે. મદીના સોસાયટીવાળાના કબ્જાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ડોલ્ફીન ડીલક્સ વ્હીસ્કી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની શીલ પેક બોટલો નંગ-૪૮ કિ.રૂ. ૧૪,૪૦૦ તથા રોકસ્ટાર ડીલક્સ વ્હીસ્કી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની શીલ પેક બોટલો નંગ-૬૭ કિ.રૂ. ૨૦,૧oo/- એમ કુલ કિ.રૂ. ૩૪૫oo/- નો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડ્યો હતો. આ કામનો આરોપી સાજીદ અબ્દુલભાઇ સુમરા હાજર મળી ન આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.