મોરબી : મોરબી નજીક આવેલા ગ્રેનીટો એક્સેલ સીરામીક કારખાનામા પાણીની ટાંકી સાફ કરતી વેળાએ સૂરજ કૈલાશભાઈ સિંગાર ઉ.વ. ૨૫ પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.