મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા. ૩૦/૦૫/૨૦૧૯ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે યુ.એન.મહેતા કોલેજ, નજર બાગ સામે,મોરબી ખાતે અને તા. ૩૧/૦૫/૨૦૧૯ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કન્યા છાત્રાલય કેમ્પસ, ટંકારા જિ. મોરબી ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાનગી ક્ષેત્રના એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી એકમોમાં રોજગારી મેળવવા ઇચ્છુક, ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા અને એસ.એસ.સી. થી સ્નાતક સુધીની અને આઇ.ટી.આઇ.ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડાટા સાથે અચૂક ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne