રફાળેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસો.એ મામલતદારને રજુઆત કરી ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહી કરવા માંગ કરી મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી હસ્તકના પ્લોટમાં કેટલાક શખ્સો ગેરકાયદે બાંધકામ કરી હોવાની ફરિયાદ સાથે રફાળેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મામલતદારને રજુઆત કરીને આ ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ કરી છે. મોરબીના રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી હસ્તકના જાહેર હેતુ માટેના પ્લોટમાં ગેરકાયદે પેશકદમી થઈ હોવાની ફરિયાદ સાથે રફાળેશ્વર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મામલતદારને રજુઆત કરી હતી કે, રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી હસ્તકના જાહેર હેતુ માટેના પ્લોટ નંબર 279માં અમુક તત્વો દ્વારા ગેરકાયદે પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.તેથી નિગમના કર્મચારીઓ આ ગેરકાયદે બાંધકામ અટકાવવા ગયા હતા અને આ જગ્યા સરકારી અને જાહેર હેતુ માટે હોવાથી પેશકદમી ન કરવા સમજાવ્યા હતા તેમજ જીઆઇડીસીના ઉધોગકારો પણ આ બાંધકામ ન કરવા બાબતે સમજાવવા ગયા હતા.ત્યારે ગેરકાયદે બાંધકામ કરનારાંઓએ લાજવાને બદલે ગાજી ખોટી રીતે ગુનાંમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી તેથી જીઆઇડીસીના ઉધોગકારોએ મામલતદારને રજુઆત કરી આ ગેરકાયદે બાંધકામ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.