108, 181 મહિલા હેલ્પલાઈન, કરુણા એનિમલ એબ્યુલન્સ સહિતની સેવાઓના સોરાષ્ટ્ કચ્છના 12 જિલ્લાના 86 કર્મચારીઓનું સન્માન કરાયું મોરબી : મોરબી ખાતે 108 સહિતની રાજ્ય સરકારની લોક ઉપયોગી આવશ્યક સેવાઓનો સોરાષ્ટ્ કચ્છનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં 108.181 મહિલા હેલ્પલાઇન, ખિલખિલાટ, કરુણા હેલ્પલાઈન, રોડ સેફટી પ્રોજેકટ સહિતની સેવાઓના સોરાષ્ટ્ ક્ચ્છના 12 જિલ્લાના 86 કર્મચારીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરીને તેમની સેવાઓ બિરદાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં 586 એબ્યુલન્સ સાથે 108 ઇમરજન્સી સેવાનો જનતા લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં બનતી રોજબરોજની કોઈપણ ઇમરજન્સી સેવામાં ઇ.એમ.ટી સહિતનો 108નો સમગ્ર સ્ટાફ તાત્કાલીક સેવામાં લોકોને મદદરૂપ થાય છે.આવી જ રીતે 181 મહિલા હેલ્પલાઇન,કરુંણા હેલ્પલાઇન, ખિલખિલાટ, એમ્બ્યુલન્સ, રોડ સેફટી પ્રોજેકટ વગેરે સેવાઓ પણ લોકો માટે વધુ ઉપયોગી રહે છે.આ તમામ ઉપયોગી સેવાઓ રાત દિવસ જોયા વગર ખડેપગે રહીને ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે મોરબીના ટાઉનહોલ ખાતે સોરાષ્ટ્ કચ્છનો આ તમામ સેવાના કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના 108 ઇ.એમ.ટી.181 મહિલા હેલ્પલાઇન, ખિલખિલાટ એમયુલન્સ સેવા, કરુણા હેલ્પલાઇન, રોડ સેફટી સેવાના મળીને કુલ 86 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.અને તેમની યોગ્ય સેવાને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે મોરબી જિલ્લા કલેકટર માકડીયા, ડી.ડી.ઓ. એસ.પી.કરનરાજ વાઘેલા તેમજ રાજ્ય કક્ષાના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર કચ્છના પાયલોટો, ઉપસ્થિત રહ્યા હતા. [gallery ids='56749,56750,56751,56752,56753,56754']