મોરબી : મોરબીની વાવડી ચોકડી પર આજે એક આઇસર પલ્ટી મારી જતા ટ્રાફિકજામ થયો હતો.આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર એક આઇસર વાવડી ચોકડી પરથી પસાર થઈ રહ્યું હતું.ત્યારે ચાલકે સ્ટીયરીગ પરથી અચાનક કાબુ ગુમાવતા આઇસર પલ્ટી મારી ગયું હતું.જોકે આ ઘટના જાનહાની થઈ નથી.પરંતુ આઇસર પલ્ટી જતા થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાતા ભારે મુશ્કેલી પડી હતી. [gallery ids='56741,56742,56743']