મોરબી : મોરબી એલસીબી સ્ટાફે બે સ્થળેથી 46 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.પી.કરનરાજ વાઘેલા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ દારૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપતા એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાએ બાતમીના આધારે જોધપર ઝાલા ગામે ગિરિરાજસિંહ રણજીતસિંહ ઝાલાને તેના મકાનમાંથી 10 વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઈને તપાસ હાથ ધરી છે. તેમજ મોરબીના શનાળા ગોકુલનગર એપોલો હોલની બાજુમાં બાબુભાઇ જીવણભાઈ જીલરીયા અને સંજયભાઈ બચુભાઇ કુંભારવાડિયાને 36 વિદેશી દારૂની બોટલો તથા એક કાર મળીને કુલ રૂ.1.14 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.