સતત ચોથા દિવસે પાલિકાની ચેકીંગ ડ્રાઇવ : હોસ્પિટલ સિવાયની તમામ સંસ્થાઓને બંધ કરવાઈ મોરબી : મોરબી પાલિકાએ આજે ફરી ચોથા દિવસે ફાયર સેફટી અંગે ચેકીંગની કામગીરી હાથ ધરીને ૨૧ હોસ્પિટલ અને ૨૦ હોટેલ તેમજ રેસ્ટોરેન્ટને ક્લોઝર નોટિસો ફટકારી છે. ઉપરાંત પાલિકાએ હોસ્પિટલ સિવાયની તમામ સંસ્થાઓને એનઓસી ન મળે ત્યાં સુધી બંધ કરાવી છે. સુરતની આગની દુર્ઘટનાના પગલે મોરબી પાલિકાએ એક્શન મોડ ઉપર આવીને તમામ સંસ્થાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધર્યું છે. આ ચૅકિંગ છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. જેમાં આજે પાલિકાની બે ટીમોએ શહેરની ૨૧ હોસ્પિટલો અને ૨૦ હોટેલ તેમજ રેસ્ટોરન્ટને ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ક્લોઝર નોટિસો ફટકારી છે. આ સંસ્થાઓ પૈકી હોસ્પિટલોને એનઓસી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે અન્ય સંસ્થાઓને જ્યાં સુધી એનઓસી ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંસ્થાઓ જો પાલિકાના આદેશનું ઉલ્લંઘન કરીને સંસ્થાને એનઓસી મેળવ્યા વગર ખોલશે તો તેને સિલ મારવાની કાર્યવાહી કરવાનું જણાવાયું છે. આ સાથે પાલિકાની બન્ને ટિમો દ્વારા તમામ સંસ્થાઓને ફાયર સેફટી અંગે માહિતગાર પણ કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne