મોરબીના ટ્યુશન કલાસીસના સંચાલકોએ કલેકટરને આવેદન આપ્યું મોરબી : સુરતની ગોઝારી ઘટનાને પગલે મોરબીમાં જોખમી ટ્યુશન ક્લાસિસો બંધ કરી દેવામાં આવ્યા છે.ત્યારે મોરબીના ટ્યુશન ક્લાસિસને સંચાલકોએ કલેકટરને આવેદન આપીને ફાયર સેફટીના સાધનો વસાવવાની તૈયારી દર્શાવી તંત્રના તમામ નિયમોનું પાલન કરવાની પણ હૈયાધારણા આપીને ફરી ટ્યુશન કલાસીસ ચાલુ કરવા દેવાની માંગ કરી છે. સુરતના તક્ષશિલા ટ્યુશન કલાસીસમાં બનેલા અગ્નિકાંડમાં 21થી વધુ બાળકો મોતને ભેટ્યા હતા.જેના પગલે મોરબીમાં તંત્રએ ફાયર સેફટી માટે જોખમી ટ્યુશન કલાસીસ જ્યાં સુધી એન.ઓ.સી.ન મળે ત્યાં સુધી બધ કરી દીધા છે. ત્યારે આજે મોરબીના ટ્યુશન કલાસીસ એસોસિએશનના નેજા હેઠળ તમામ ટ્યુશન ક્લાસિસના સંચાલકીએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને સુરતમાં બનેલી ગોઝારી દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.તથા સુરત જેવી ઘટના મોરબીમાં ન બને તે માટે તમામ ટ્યુશન ક્લાસિસોના સંચાલકોએ ફાયર સેફટીના સાધનો વસાવવાની નૈતિક ફરજ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર કે નગપાલિકાની ગાઈડલાઇન અને તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી હતી. અને આ તમામ દિશાનિર્દેશનું પાલન કરનારને તાકીદે એન.ઓ.સી.આપી ફરી વિધાર્થીઓ અભ્યાસ કરતા થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.સાથોસાથ ટ્યુશન કલાસીસના સંચાલકોએ કલેકટરને રજુઆત કરી હતી કે, પાલિકા તંત્ર પાસે ફાયર સેફટીના નિયમોની જાણકારી મેળવવા જાય છે.પણ તંત્ર પાસે આવા કોઈ નિયમોનું જ્ઞાન હોતું નથી.તેથી એન.ઓ.સી.અંગે સંચાલકો મુંઝવણમાં મુકાય ગયા છે તેથી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.