આગામી ચોમાસામાં પુર, વાવાઝોડું, ભારે વરસાદ સહિતની કુદરતી આપતી પહોંચી વળવા તંત્રને જરૂરિયાતના સાધનો સાથે સાબદુ રહેવાની સૂચના અપાઈ મોરબી :ચોમાસુ નજીક આવી રહ્યું છે.ત્યારે આગામી ચોમાસામાં સંભવિત ભારે વરસાદ, પુર, વાવાઝોડું તથા કુદરતી આપતીના આગોતરા આયોજન સંદર્ભે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષ પદે જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી સભાખંડ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કલેકટરે તમામ વિભાગના અધિકારીઓને ચોમાસામાં સંભવિત તમામ કુદરતી આપતીને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે એલર્ટ રહેવાની સૂચના આપી હતી. આમીટીંગમાં તમામ તાલુકામાં રેઇનગેજ મશીન, બચાવ કામગીરી માટેના સાધનો, જનરેટર,પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ? તે તપાસી લેવા, રીલીફ અને રેસ્કયુ સાધનો કાર્યક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી લેવી, જર્જરીત મિલકતો, તૂટી પડે તેવા વીજ પોલ,પૂલ અને અંડર પાસેની સ્ટેબીલીટી ચકાસી લેવી, ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં જે.સી.બી., બુલડોઝર, ટ્રક વિગેરે વાહનો માટેની જરૂરિયાત સમયે ઘટના સ્થળે ઉપલબ્ધ કરવાની કાર્યવાહી કરવી, આવશ્યક ચિજવસ્તુઓ તથા દવાઓના પૂરતા જથ્થા ઉપલબ્ધી રહે તેની ચકાસણી કરવી, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોખમી વૃક્ષો, મકાનો, ઇમારતો વગેરે ઉતારી લેવા, નદી,તળાવોને ઉંડા ઉતારવા, ગટર તથા વરસાદી વહેણની સફાઇ કામગીરી હાથ ધરવી, સ્થળાંતરની પરિસ્થિતિમાં સ્થળાંતરીત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા હેતુ વાહનો તેમજ આશ્રય સ્થાનો નિર્ધારિત કરી લેવા, સ્વૈચ્છિક સંસ્થાઓ/સેવાભાવી સંસ્થાઓની યાદી અદ્યતન રાખવી તેમજ જરૂર પડયે આવી સંસ્થાઓની ફુડ પેકેટ વિતરણ, ઘરવખરી વિતરણ વિગેરેમાં મદદ મેળવવી, વગેરે જેવી બાબતોની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અધિકારીશ્રીને આ અંગે આગામી વર્ષાઋતુ-૨૦૧૯ દરમિયાન સંભવિત કુદરતી આપતીમાં આગોતરા આયોજન કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જયારે તાજેતરમા સુરત ખાતે બનેલ બનાવના અનુસંધાને દરેક કચેરીઓ તથા સંસ્થાઓમાં અગ્નિસામક સાધનો ચકાસીને રાખવા અને તેની જાળવણી કરવા જિલ્લા પોલીસવડાએ અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડાશ્રી કરણરાજ વાઘેલા,અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોશી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગોહિલ, તથા જિલ્લાના અધિકારીશ્રીઓ હાજર રહયા હતાં.