પત્નીને કપડાં લઈ દેવાની જીદ પકડતા ઉકળી ઉઠેલા પતિએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી 'તી વાંકાનેર : રાજકોટમા કપડાં લઈ દેવા બાબતે બોલાચાલી થયા બાદ પત્નીનું છરીના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દેનારો હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. આ હત્યારા પતિને રાજકોટ પોલીસે આજે વાંકાનેરમાંથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઇકબાલ જુણેજા નામના શખ્સને તેમની પત્ની રૂકશાર સાથે કપડાં લેવા બાબતે માથાકૂટ થઈ હતી. આર્થિક ભીંસ ચાલતી હોય તે દરમિયાન પત્નીએ કપડાં લેવાની જીદ પકડતા ઉકળી ઉઠેલા ઇકબાલે તેની પત્ની રૂકશારને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કરીને ઇકબાલ ફરાર થઈ ગયો હતો. છેલ્લા બે દિવસથી રાજકોટ પોલીસ ઈકબાલની શોધખોળ ચલાવી રહી હતી. અંતે આજે વાંકાનેરમાંથી રાજકોટ પોલીસે ઈકબાલને શોધી કાઢી તેની ધરપકડ ચલાવીને તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne