મોરબી : તાજેતરમાં સુરત સ્થિત ટયુશન ક્લાસિસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં કુમળી વયના માસૂમ અને નિર્દોષ 21 વિદ્યાર્થીઓ સહિત એક શિક્ષકનો ભોગ લેવાયો હતો. મોરબી ટ્યુશન કલાસ એસોસિયેશન દ્વારા આ હતભાગી વિદ્યાર્થીઓના આત્માની સદગતિ માટે તારીખ 27/5/2019ને સોમવારે સાંજે 5 :00 વાગ્યે સરદાર બાગ , શનાળા રોડ, મોરબી ખાતે એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા કોચિંગ કલાસ સાથે સંકળાયેલ વધુમાં વધુ ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.