મોરબી : ભારતીય મઝદૂર સંઘ-મોરબી દ્વારા કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલવા માટે મિટિંગ યોજાઈ હતી, જેમાં લાંબી ચર્ચાને અંતે તા. 10ને સોમવારે સાંજે 4:00 થી 6:00 દરમિયાન કલેકટર કચેરી સામે ધરણાં કરાશે, એવું નક્કી થયું હતું. ભારતીય મઝદૂર સંઘ, રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુક્ત બેઠક પ્રદેશના ઉપાધ્યક્ષ વાય.જે. વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં આંગણવાડી, જીએમડીસી, પાણી પુરવઠા, એસ.ટી., વિદ્યુત, પોર્ટ, સિમેન્ટ, આશા વર્કર, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કામદારોના પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા થઇ હતી. આ ચર્ચાને અંતે તારીખ 10 જુનને સોમવારે સાંજે 4:00 થી 6:00 દરમિયાન કલેકટર કચેરી સામે ધરણાં કરાશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં પગારવધારો એરીયર્સ સાથે ચૂકવવો, ગુજરાત લઘુતમ વેતન બોર્ડની પુનઃરચના, કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો સહિતના ઘણા બધા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ મા. વી.એમ. ચાવડા, રાષ્ટ્રીય અધ્યક્ષ મા. હસુભાઈ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ કરશનભાઇ કટારીયા, પ્રદેશ મંત્રી સહદેવસિંહ જાડેજા અને ગીરીશભાઈ પટેલ, ઘીસુલાલ કાલલ, નવનીતભાઈ શાહ, આંગણવાડી વિભાગના મંત્રી સરસ્વતીબેન જેઠવા અને કંચનબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.ધારણકાર્યક્રમ સફળ થાય તે માટે તમામ જિલ્લાઓની મિટિંગ બોલાવીને શક્તિ પ્રદર્શન કરવા કામે લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.