મોરબી : તાજેતરમાં જાહેર થયેલા GSEB ના પરિણામમાં રઘુવંશી સમાજના નિકુંજ સુરેશભાઈ કાથરાણીએ અંગ્રેજી માધ્યમમાં 87% અને 99.7 પીઆર સાથે મોરબીમાં પ્રથમ ક્રમાંક મેળવી સમસ્ત લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે. મિત્રો, સ્નેહીજનો સહિત જ્ઞાતિના વડીલોએ નિકુંજને શુભેચ્છાઓ પાઠવી આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ આપ્યા છે.